બુદ્ધિનો ચમત્કાર

કાશીપુર નામનું એક જંગલ હતું. એ જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો. એ સિંહ જંગલમાંથી પસાર થતાં અજાણ્યા મુસાફરોને મારી નાંખીને ખાઈ જતો હતો. જેમ-જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ ત્યાંથી આવવા જવાનું બંધ કરી દીધું. એજ કારણે હવે સિંહને માનવીનું માંસ ખાવા કે લોહી પીવા મળતું નહોતું. એટલે સિંહે જંગલમાં રહેલા જાનવરોને … Read more

મૂરખ કોણ?

એક મુસાફર હતો. એકવાર એ જંગલમાંથી પસાર થતો હતો. રસ્તે ચાલતાં મુસાફરે જોયું કે એક પક્ષી જે ચરક કરતું હતું એ સોનાની હતી. આ અજબ દ્રશ્ય જોઈને એને ખૂબ જ નવાઈ લાગી: “શું આવું બની શકે?” પરંતુ શંકા કરવા જેવી વાત નહોતી. એ પક્ષીની સોનાની ચરક એની નજર સામે જ પડેલી. આગળ જતાં એક ગામ … Read more

ગધેડાનું ગીત

રામુ નામનો એક ધોબી હતો. તેની પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ ગધેડા પાસેથી ખુબ જ કામ લેતો. અને સાંજે જંગલમાં કે ખુલ્લા ખેતરોમાં એ ચરવા જઈ શકે તે માટે છોડી મુકતો હતો. ગધેડો સાંજના  સમયે આઝાદ થઈને ફરતો, ખાતો, કોઈની સાથે વાતચીત કરતો. ક્યારેક એને એવો વિચાર પણ આવતો કે, “મારો મિત્ર હોત … Read more

કપટી કાગડો

એક જંગલમાં એક ચતુર અને જ્ઞાની ઊંદર રહેતો હતો. એની ડહાપણભરી વાતો અને સલાહ સાંભળીને જંગલના અનેક પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારે લાભ લઈ લેતા હતા. એકવાર એજ જંગલમાં એક કાગડો આવ્યો. એણે દરેક પ્રાણીના મોંઢે ચતુર અને ચાલાક ઊંદરના વખાણ સાંભળ્યા. એ વાત એ સહન કરી ન શક્યો અને એ ઊંદરની ઈર્ષા કરવા લાગ્યો. એ … Read more

લોભીનો અંત

એક ગામ હતું. એ ગામમાં ચાર બ્રાહ્મણ યુવાનો હતા. એ ચારેય ખુબ જ ગરીબ હતા. એક દિવસે એ ચારેય યુવાનો ભેગા થઈને વિચારવા લાગ્યા: ‘આમ આપણે ક્યાં સુધી આપણા માતા-પિતા ઉપર ભાર બનીને રહીશું? આપણે ક્યાં સુધી આમ-તેમ ભટકતા રહીશું? આપણે નજીક આવેલા શહેરમાં જઈને કોઈ કામ-ધંધો કરવો જોઈએ.’ એક યુવાને જયારે બધાને સમજાવ્યા ત્યારે … Read more