અતિથિની સેવા

એક દિવસની વાત છે. એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા. વીજળી ચમકવા લાગી. વાદળોનો ગડગડાટ સંભળાવવા લાગ્યો અને એકદમ મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો. તોફાની પવન અને ભયંકર વરસાદને કારણે જંગલમાં ખૂબ જ ભયંકર વાતાવરણ બની ગયું. તોફાન અને વરસાદથી બચવા માટે શિકાર કરવા નીકળેલો મંગલુ શિકારી એક મોટા ઝાડ નીચે આવીને ઊભો રહી ગયો. મંગલુ … Read more

બગલા ભગત !

એક દિવસની વાત છે. દરિયામાં રહેતા જીવો એકવાર સવારે તડકો ખાવા માટે દરિયા કિનારે આવ્યાં. એમને ત્યાં જોયું તો ખૂબ જ નવાઈ લાગી. એમણે પોતાના શત્રુ બગલાને એક પગ ઉપર ઊભો રહીને પ્રાર્થના કરતો જોયો. વધારે નવાઈની વાત એ હતી કે આજે એમની ઉપર એણે હુમલો કર્યો નહોતો. બધા જ જીવોને ખૂબ જ નવાઈ લાગી. … Read more

પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ !

ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ પાપબુદ્ધિ હતું. બીજાનું નામ ધર્મબુદ્ધિ હતું. બન્ને મિત્રોમાં પોતાના નામ પ્રમાણે જ ગુણો હતા. પાપબુદ્ધિ કાયમ છળ-કપટની વાતો વિચારતો જ્યારે ધર્મબુદ્ધિ કાયમ બધાનું ભલું કરવાની વાતો વિચારતો. એક દિવસ બન્ને મિત્રો સાથે કમાવા માટે પરદેશ જવા નીકળ્યા. ધર્મ બુદ્ધિની નીતિ અને ભાગ્ય … Read more

સસલાને શીંગડાં કેમ નથી ?

ઘણા સમય પહેલાની વાત છે. એ સમયે સસલાના માથે મોટાં-મોટાં શીંગડાં હતાં. નાનકડાં સસલાભાઈને માથે મોટાં શીંગડાં હોવાને કારણે હાલવા-ચાલવામાં ખૂબ જ અગવડ પડતી હતી. ક્યારેક કોઈ શિકારી કે હિંસક પ્રાણીથી બચવા માટે સસલાભાઈ સંતાવા માટે ઝાડી-ઝાંખરામાં જાય ત્યારે શિંગડાં ભરાઈ જાય. વળી ત્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હતું. આમ સસલાભાઈ માટે કુદરતે … Read more

ગધેડાનું ગીત

રામુ નામનો એક ધોબી હતો. તેની પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ ગધેડા પાસેથી ખુબ જ કામ લેતો. અને સાંજે જંગલમાં કે ખુલ્લા ખેતરોમાં એ ચરવા જઈ શકે તે માટે છોડી મુકતો હતો. ગધેડો સાંજના  સમયે આઝાદ થઈને ફરતો, ખાતો, કોઈની સાથે વાતચીત કરતો. ક્યારેક એને એવો વિચાર પણ આવતો કે, “મારો મિત્ર હોત … Read more

બુદ્ધિશાળી નોકર !

એક સમયની વાત છે. એક ગામમાં એક મોટો જમીનદાર હતો. એકવાર એ ફરવા નીકળ્યો. રસ્તામાં એના એક મિત્રએ એને શેકેલી મરઘી અને સરસ દ્રાક્ષના રસની એક બાટલી ભેટમાં આપી. એ જ સમયે જમીનદારની નજર સામેથી આવતાં પોતાના નોકર ઉપર પડી. જમીનદારે પોતાના નોકર ને બૂમ મારીને નજીક બોલાવી કહ્યું : “ આ થેલો ઘેર જઈને … Read more

સૌથી મોટું ધન!

એક ગામમાં રામુ નામનો એક ગરીબ મજૂર રહેતો હતો. એ બિચારો દરરોજ કમાતો અને દરરોજ ખાતો. ઘર-કુટુંબ સુખી હતું પણ રામુ સુખી નહોતો. રામુ કાયમ એમ જ વિચાર કરતો કે કંઈક એવું થઈ જાય કે જેના કારણે મારી પાસે ઘણું ધન આવી જાય. આ વાત એ દરરોજ પ્રાર્થના સમયે ભગવાન શિવને કહેતો. ક્યારેક તો કંટાળીને … Read more

ભલાભાઈ અને ભુંડાભાઈ

બે દોસ્ત. એકનું નામ ભાલોભાઈ. બીજાનું નામ ભૂંડોભાઈ. જેવા નામ તેવા ભાવ. છતાં બન્ને દોસ્ત. દુનિયાદારીમાં અતિ ભલાઈ સારી નહિ. લોકો ઠગી જાય. ભાલોભાઈ પોતાના ગામમાં ધંધે-ધાપે ફાવે નહિ. એટલે પૈસે ટકે ખલાસ થઈ ગયો. સંસારમાં ભૂંડાઈ પણ ખપની નથી. લોકો એના પર વિશ્વાસ કરે નહિ. એને ચાહે નહિ. ભૂંડાઈએ ઘણા ધંધા કર્યા પણ કોઈમાં … Read more

બુદ્ધિનો માલિક

એક નગર હતું. એ નગરનો રાજા ઘણો ધૂની હતો. એને દરરોજ એક નવી વાર્તા સાંભળવાની એકવાર ધૂન ચડી. રાજાને દરરોજ અનેક લોકો વાર્તાઓ સંભળાવનાર આવતાં. રાજા તેમની વાર્તા સાંભળી ઈનામ આપતો હતો. એ રાજાને એકવાર એકદમ લાંબી વાર્તા સાંભળવાની ધૂન ચડી. તરત જ રાજાએ ઢોલીને રાજ્યમાં ઢંઢેરો પિટવાનું કહ્યું: જે કોઈ પણ રાજાને એકદમ લાંબી … Read more

કપટી કાગડો

એક જંગલમાં એક ચતુર અને જ્ઞાની ઊંદર રહેતો હતો. એની ડહાપણભરી વાતો અને સલાહ સાંભળીને જંગલના અનેક પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારે લાભ લઈ લેતા હતા. એકવાર એજ જંગલમાં એક કાગડો આવ્યો. એણે દરેક પ્રાણીના મોંઢે ચતુર અને ચાલાક ઊંદરના વખાણ સાંભળ્યા. એ વાત એ સહન કરી ન શક્યો અને એ ઊંદરની ઈર્ષા કરવા લાગ્યો. એ … Read more