પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રોયોગો

પ્રતિભાનો અર્થ છે – હંમેશા આદર્શોન્મુખ બુદ્ધિ તથા ભાવનાનો સમન્વિત વિકાસ.આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ પોતાને પ્રેરણાપુંજ આદર્શોના પ્રતીક તરીકે ઉપસાવે છે અને પોતાને જ નહિ , પરંતુ સમયને પણ ધન્ય બનાવે છે. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે.

બાળકોને લખવાની સ્લેટ પર  મણકા ખસેડીને આંક શીખવવાની જેમ કે પછી ત્રણ પૈડાવાળી ચાલનગાડીની મદદથી ચાલતાં શિખવવાની જેમ કેટલાક અભ્યાસ કરાવવાથી કોઈ સામાન્ય માણસને પણ પ્રતિભાશાળી બનાવની દિશામાં આગળ વધારી શકાય છે. સામાન્ય માણસો શારીરિક અંગ-અવયવોની તાકાત વધારવા માટે અખાડામાં જાય છે. અખાડામાં ચોક્કસ અભ્યાસ દ્વારા શારીરિક અંગોને સશક્ત બંનાવવા માટે વ્યાયામ કરવો પડે તથા આહારમાં પણ પણ પરિવર્તન કરવું પડે છે. એવી જ રીતે પ્રતિભાનો વિકાસ કરવા માટે પણ અમુક સાધનાઓ નક્કી કરવામાં આવે છે અને તે સફળ થતી પણ જોવા મળે છે. જેમનો બ્રમ્હવર્ચસની શોધ-પ્રક્રિયાઓમાં પ્રયોગ કરવામાં આવે છે. એવા જ કેટલાક આધારોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

 

(૧) સ્વંસંકેત (ઓર્ટો સજેશન): શાંત વાતાવરણમાં સ્થિર શરીર આને એકાગ્ર મનથી બેસવું. ભાવના કરવી કે આપણા મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થતી પ્રાણવિદ્યુતનો પ્રવાહ શરીરના અવયવોમાં વધુ માત્રામાં પ્રવાહિત થઇ રહ્યો છે. શિથિલતાનું સ્થાન સમર્થ સક્રિયતા લઇ રહી છે. ઇંદ્રિયોની ક્ષમતા વધી રહી છે. બૌદ્ધિક સ્તરમાં એવો ઉભરો આવી રહ્યો છે કે જેનો અનુભવ પ્રતિભા વિકાસ રૂપે પોતાને તથા બીજાને થઇ શકે.

વાસ્તવમાં સ્વસંકેતોમાં જ માનસિક કાયાકલ્પોનો મર્મ છુપાયેલો છે. શ્રુતિની માન્યતા છે – “યો યચ્છદ્ર: સ એવ સ:” એટલે કે જે જેવું વિચારે છે અને પોતાના વિશે જેવી ભાવના ધરાવે છે તેવો જ તે બની જાય છે. “ઈશાન: વધં યવય” એટલે કે જે જેવું વિચારે અને કરે તેવો જ તે બની જાય છે. વિધેયાત્મક ચિંતન,મહાપુરુષોના ગુણોનો પોતાની અંદર સમાવેશ થવાની ભાવનાથી એવા જ વિચારો ખેંચાઈ આવે છે તથા ઇચ્છિત વિધ્ધુતપ્રવાહો પેદા કરે છે.

સ્વસંકેતો દ્વારા પોતાના આભામંડળને એક સશક્ત ચુંબકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે, “ થિન્ક એન્ડ ગ્રો રીચ” અથવા “ એડોપ્ટ પોજિટિવ ટુ ડે.” કહેવાનો આશય છે કે વિચારો, હકારાત્મક વિચારો તથા આ ક્ષણથી જ વિચારો, જેથી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકો. બધા જ મહામાનવો આ સ્વસંકેતોથી જ મહાન બન્યા છે. ગાંધીજીએ હરિશ્ચંદ્ર નાટક જોઈને પોતાને સંકેત આપ્યો કે સત્યના પ્રયોગોને જીવનમાં ઉતારો અને તેનું પરિણામ જુઓ. તેમની પ્રગતિમાં આ ચિંતનની કેટલી મહાન ભૂમિકા હતી એ સૌ જાણે છે.

(ર) દર્પણસાધનાઃ આ મૂળભૂત રીતે આત્માવલોકનની, આત્મશુદ્ધિની સાધના છે. મોટા કદનું દર્પણ સામે મૂકીને બેસવું. જમીન પર કે ખુરશીમાં બેસી શકાય. ખુલ્લા શરીરના દરેક ભાગ પર વિશ્વાસભરી દૃષ્ટિથી અવલોકન કરો. પહેલાં પોતાની બાબતમાં વિચારો, અંત:કરણમાં રહેલા દોષદુર્ગુણોમાંથી મુક્ત થવાની ભાવના કરો. તે પરમસત્તા ખૂબ દયાળુ છે. ભૂતકાળને ભૂલીને હવે નવી અનુભૂતિ કરો કે મારી આંતરિક રચનામાં પ્રાણવિદ્યુત શક્તિ જ છવાયેલી છે. પ્રતિભાના વિકાસનાં લક્ષણો નિશ્ચિતપણે દેખાઈ રહ્યો છે તથા સામે બેઠેલી આકૃતિમાં મારું અસ્તિત્વ પૂર્ણપણે વિલીન થઈ રહ્યું છે. આ ધ્યાનપ્રક્રિયા લયયોગની સાધના કહેવાય છે. અને વ્યક્તિનો ભાવનાત્મક કાયાલ્પ થાય છે.

(૩) રંગીન વાતાવરણનું ધ્યાન: સૂર્યકિરણોના દરેક રંગમાં પોતપોતાના સ્તરનાં રસાયણો, ધાતુતત્ત્વો તેમ જ વિદ્યુતપ્રવાહ હોય છે. તે શરીર તથા મગજ પર વિશેષ પ્રભાવ પાડે છે. તેમાંથી કોઈના પ્રમાણમાં વધઘટ થાય તો ઘણા બધા રોગોનું આક્રમણ થઈ જાય છે. આ માટે રંગીન પારદર્શક કાચના માધ્યમથી અથવા જુદા જુદા રંગના બલ્બ, દ્વારા પીડિત અંગ પર અથવા કોઈ ખાસ અંગ પર તેની સક્રિયતા વધારવા માટે રંગીન કિરણોને જરૂરિયાત પ્રમાણે ચોક્કસ સમય સુધી લેવાનું વિધાન છે. પ્રતિભાના વિકાસ માટે આંખો બંધ કરીને કોઈ ખાસ રંગનું ધ્યાન કરવામાં આવે છે. થોડીક વાર, સુધી સાતે વર્ણોમાંથી નિર્ધારિત રંગ (જાંબુડી, આસમાની, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ)ના ફ્લેશીઝ સ્ટ્રોબોક્સોપ યંત્ર દ્વારા પાડવામાં આવે છે તથા આંખ પર પહેરેલાં ચશ્માંમાં તે જ રંગ સતત દેખાતો રહે છે. તેનો પ્રભાવ મગજનાં સૂક્ષ્મ કેન્દ્રો, ચક્રો વગેરે પર પડે છે. નિયમિત રીતે થોડીક વાર ધ્યાનનો અભ્યાસ કરતા રહેવાથી ઇચ્છિત પરિવર્તન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ધ્યાન એવું કરવામાં આવે છે કે સંસારમાં સર્વત્ર તે જ રંગની સત્તા છે, જે આપણા શરીરમાં પ્રવેશ કરીને ઇચ્છિત વિશેષતાઓ ધરાવતી ઊર્જા પ્રવાહિત કરે છે. આ ધ્યાન પાંચથી દસ મિનિટ સુધી કરવામાં આવે છે. વિશેષજ્ઞો દ્વારા જુદી જુદી પ્રકૃતિના સાધકો માટે જુદાજુદા રંગો નક્કી કરીને જ આ પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈ યંત્ર વગર માત્ર ધ્યાન દ્વારા પણ આ ક્રિયા કરી શકાય છે. સફેદ રંગમાં બધા જ રંગો સમાયેલા છે, આથી સફેદ રંગનું ધ્યાન સૌના માટે ઉપયોગી છે.

Share Story

Leave a Comment