Friday, September 25, 2020

દાદાજીની બાળવાતો

પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ !

ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ પાપબુદ્ધિ હતું. બીજાનું નામ ધર્મબુદ્ધિ હતું. બન્ને મિત્રોમાં પોતાના નામ પ્રમાણે જ ગુણો હતા. પાપબુદ્ધિ કાયમ છળ-કપટની વાતો વિચારતો જ્યારે ધર્મબુદ્ધિ કાયમ બધાનું ભલું કરવાની વાતો વિચારતો. એક દિવસ બન્ને મિત્રો સાથે કમાવા માટે પરદેશ જવા નીકળ્યા. ધર્મ બુદ્ધિની નીતિ અને ભાગ્ય […]

દાદીમાની બાળવાતો

બુદ્ધિશાળી નોકર !

એક સમયની વાત છે. એક ગામમાં એક મોટો જમીનદાર હતો. એકવાર એ ફરવા નીકળ્યો. રસ્તામાં એના એક મિત્રએ એને શેકેલી મરઘી અને સરસ દ્રાક્ષના રસની એક બાટલી ભેટમાં આપી. એ જ સમયે જમીનદારની નજર સામેથી આવતાં પોતાના નોકર ઉપર પડી. જમીનદારે પોતાના નોકર ને બૂમ મારીને નજીક બોલાવી કહ્યું : “ આ થેલો ઘેર જઈને […]

ચતુર શિયાળ અને સિંહ!

એકવાર એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો હતો. એક જગ્યાએ એણે એક મોટું પાંજરું જોયું. એ પાંજરામાં સિંહ પૂરાયેલો હતો. બ્રાહ્મણને જોઈને સિંહે નમ્રતાથી પૂછ્યું: “હે બ્રાહ્મણદેવ ! આપ તો દેવતા છો. મારી રક્ષા કરો. એક શિકારી મને આ પાંજરામાં પુરી જતો રહ્યો છે. એમાંથી મને મુક્ત કરો. હું ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો છું. જો મારી પીડા […]

પ્રેણાત્મક વાર્તાઓ

હિંમત ના હારો

બીજાની ભૂલો જોતાં પહેલાં પોતાની ભૂલો શોધો. બીજાની બૂરાઈ કરતાં પહેલાં પોતાનામાં કોઈ બૂરાઈ છે કે નહિ તે જુઓ. જો હોય તો પહેલાં તેને દૂર કરો. બીજાઓની નિંદા કરવામાં જેટલો સમય વેડફો છો તેને આત્મોત્કર્ષમાં ખર્ચો. એનાથી તમને સમજાશે કે પરનિંદા કરવાથી વધતા દ્વેષને છોડીને તમે પરમાનંદની પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છો. સંસારને જીતવાની ઇચ્છા […]

પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રોયોગો

પ્રતિભાનો અર્થ છે – હંમેશા આદર્શોન્મુખ બુદ્ધિ તથા ભાવનાનો સમન્વિત વિકાસ.આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ પોતાને પ્રેરણાપુંજ આદર્શોના પ્રતીક તરીકે ઉપસાવે છે અને પોતાને જ નહિ , પરંતુ સમયને પણ ધન્ય બનાવે છે. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. બાળકોને લખવાની સ્લેટ પર  મણકા ખસેડીને આંક શીખવવાની જેમ કે પછી ત્રણ પૈડાવાળી […]

Categories